Saturday, 19 November 2011

હું ~ હતી , હોઈશ 'ને રહીશ !!

આજે આ સફર માં હૂં "છું" આવતી કાલે " હતી બની જઈશ,
ઉડી રહી છું આ આકાશ માં અંતે કાલે રેતી માં ભળી જઈશ.

આ ઘર, સૂર્ય, ચંદ્ર, તારા એના સ્થાને જ રેહેશે,
ને હૂં તારા દિલ માં મારી યાદો નું શેહેર ચણી જઈશ.

આ સ્વાભિમાન થી જે ક્રોધાગ્ની માં જીવી રહી છું હૂં,
કાલે ખુદ લાકડા સાથે  સાથે હૂં પણ બળી જઈશ.

બે દિવસ, બે મહિના પછી વર્ષ માં બે વાર યાદ કરશો,
ધીરે ધીરે તારા દિલ ના ખૂણે ક્યાંક સડી જઈશ.

આજથી જ બધા ને ખુશ રાખવા નો પ્રયત્ન ચાલુ રેહેશે,
ત્યારે માંડ આ પાપો ની ગંગા માં હૂં તરી જઈશ.!

© D!sha Joshi. :)
24th August, 2010.
Thanks for the Title -  Kunjal Pradip Chhaya. :)

No comments:

Post a Comment