Sunday, 5 June 2011

એવું કૈક થઇ જાય..

એવું કૈક થઇ જાય કે જેને ચાહિયે એ આપણને મળી જાય
મન માં નિહારું તારી છબી ત્યાં તું સાક્ષાત હાજર થઇ જાય.

દિલ માં વાત આવે ને તારા મન સુધી એ પોહોચી જાય,
હોઠ ચુપકીદી સેવે ને તું બધું આંખો ના ઈશારા થી સમજી જાય.

કોઈ દિવસ એટલો વહાલો નથી લાગ્યો કોઈ નો સાથ
આવે તું મને મળવા ને ત્યાં આ સમય થમી જાય.

નિશબ્દ સંબંધ બાંધ્યો છે અજાણતા તારી સાથે
અજાણતા જ તારા હાથ માં મારું નામ અંકાઈ જાય.

નીકળી પડી છું એક પ્રેમ નદી બનીને તારી શોધ માં,
તું દરિયા જેવો આવકારે ને આ નદી એમાં જ સમાઈ જાય.

© D!sha. :)

No comments:

Post a Comment