Friday, 6 January 2012

You will find the title at the end of the note.!!

  છેલ્લા કેટલાક દિવસો થી જોવું છું બધા મને મળવા આવે છે, મારા માટે કૈક લાવે છે, ને આવી ને પણ બધા મને જ આટલું બધું attention  કેમ આપે છે? આટલો બધો બદલાવ કેમ આવા લાગ્યો બધા માં? મારો દીકરો જે કોઈ દિવસ મારી સામે જોતો પણ નથી  આજે મને પૂછે છે કે mummy  તું કેમ છે? તારે શું જોઈએ છે? હૂં તો મન માં ને મન માં એટલી મલકાવ કે આ બધા ને કોઈએ સારો પાઠ ભણાવ્યો લાગે છે.. :)

                             રાત ની થોડી ઊંઘ પછી આજે સવારે ઉઠી ને  જોયું તો મારી દીકરી મને મળવા આવીતી જેને આજ સુધી મને phone  પર પણ મારી તબિયત વિષે નોતું પૂછ્યું અચાનક મને મળવા આવી.. હૂં તો રહી  એક માં મેં એન પૂછ્યું દીકરા કેમ છે તું તને કોઈ તકલીફ તો નથી ને? અચાનક આમ કેમ આવાનું થયું ? તો એ મને વળગી ને રડવા લાગી મેં એને છાની રાખી ઉમર ના કારણે હૂં બવ હલી નોતી શક્તિ તો પણ થોડી સાંત્વના આપી..

                  છેલ્લા બે દિવસ થી ઘરમાં મારું મનપસંદ ખાવાનું બનવા લાગ્યું અને બધા મને આટલો પ્રેમ ક્યારથી કરવા લાગ્યા હૂં તો એટલી ખુશ થઇ ગયી ને પોતાની જાત ને કવ કે ચાલો સરસ જે પ્રેમ માટે હૂં આખી ઝીંદગી તરસતી રહી એ પ્રેમ તો ના મળ્યો પણ એના થોડા દર્શન તો થયા..!! બધા ના  ચેહેરા પર મારા માટે પ્રેમ, કોઈ ની આંખ માં મારા માટે આંસુ છે હૂં તો હરખાઈ ગયી.. :) ખુશી ખુશી આંખો બંધ કરી થયું આ તે કયો પ્રસંગ આયો ?? કે બધા અચાનક જ એટલા સારા થઇ ગયા? પછી થયું મગજ પર બવ ભાર નથી દેવો જે થાળી માં આવ્યું એને ચુપ ચાપ પામી લો..

                            વિચારો વિચારો વિચારો જાને મારી આખી ઝીંદગી મારી સામે આવી ગયી આ એ જ લોકો હતા જેમને મને કોઈ વાર ધુત્કારી હતી તરછોડી હતી ને આજે એમના જ ચહેરે કેમ આટલો પ્રેમ ?? પછી વિચારો ને પાછળ મૂકી ને ઊંઘવાની મારી કોશિશ.. ને જોવું છું તો એક દરવાજો દેખાય છે કેટલા દિવસ થી આ સોનેરી દરવાજો મારા સપના માં આવે છે.. અધ ખુલો આ દરવાજો જાને મારી જ રાહ જુવે છે..

                          આ દરવાજા ને જોતી જ હતી ને મારી છાતી જાણે બેસી ગયી ને આ બધું દુખ, દર્દ, પ્રેમ, હાસ્ય, અભિમાન, મારું ઘર, દીકરા દીકરીઓ બધા ને જાણે મેં પાછળ છોડી દીધા હૂં ક્યાં જઈ રાઈ છું આ શું થઇ રહ્યું છે ? ત્યાં આગળ વાડી ને જોયું તો દરવાજો ખુલી ગયો પેલો ને બસ પ્રકાશ જ પ્રકાશ છે સામે મારા ચેહેરા પર હાસ્ય છે ને આ લોકો ને પાછળ વળી ને જોવું છું તો કોઈ મારા શરીર ને વળગી ને રડે છે ને ત્યારે મને ભાન થઇ કે આ તો હતો " મારા મૃત્યુ નો પ્રસંગ "

(C)  D!sha Joshi.

2 comments: