Tuesday, 24 May 2011

તું..

મને ખુબ મસ્તી કરી સતાવે પણ તું,
ને પછી ખુબજ પ્રેમ થી મનાવે પણ તું.

તારા પ્રેમ ના દરિયા માં મને ડુબાડે પણ તું,
એજ પ્રેમ ના  દરિયા માં મને તારવે પણ તું.

કોઈ વાર બની જતો મારો ગુસ્સો પણ તું,
આવું કૈક લખવા પ્રેરતો જુસ્સો પણ તું.

તારી ગોળ ગોળ વાતો માં રમાડે પણ તું,
ને કોઈ અંધાર્યા પ્રહાર થી જગાડે પણ તું..

દર્દ થી આંખો માં આવી જતા આંસુ પણ તું,
ને પછી હાસ્ય વર્ષા થી વરસતું ચોમાસું પણ તું.

મને કોઈ વાર બળી નાખતી આગ પણ તું,
મારા દરેક સ્વરે નીકળતો પ્રેમ રાગ પણ તું.

કરી બેસે મારી સાથે મીઠી રમખાણ પણ તું,
આ બધાથી પર મારી ઓળખાણ પણ તું.

3 comments: