Wednesday, 22 June 2011

sorry no title..

આ દુનિયા મને મારી લાગવા લાગી,
જ્યારથી હું દુનિયાદારી ચાખવા લાગી.

લોકો ને હું અચાનક બદલેલી લાગવા લાગી
જ્યારથી મારી વાતો હું ગુપ્ત રાખવા લાગી.

ઝીંદગી નાસમજ છે કે એ મારી પાછળ ભાગી,
જ્યારથી હું ખુદ ઝીંદગી થી દુર ભાગવા લાગી.

ખુદા પણ મારાથી નારાઝ થઇ ને બેઠો છે,
જ્યારથી મારી ખુદાઈ માં હું તને માંગવા લાગી.

મારા જીવન ના અર્થ ને હું સમજવા લાગી,
જ્યારથી ઝીંદગી માં તારું મહત્વ જાણવા લાગી.

સમજી આજે કે સુંદર છે આ ઝીંદગી ને દરેક લોકો,
જ્યારથી આ ઝીંદગી ને ખુદાની મરજી થી માણવા લાગી.
© D!sha. :)

3 comments: