Wednesday, 4 April 2012

એકલતા

alarm ના અવાજ સાથે જ આંખો ખુલી,
પ્રકાશ પ્રકાશ ચારે તરફ,
પંખીઓ નો કલરવ, ધૂળ નો ધુમાડો,
સોનેરી કિરણો થી ભરેલું આકાશ,
ઠંડા પવન ની લેહેરખી
આવી ને કાન માં કૈક કહી ગયી ,
મારા પગલા નો અવાજ,
પસ્તી વાળા ની બૂમો,
એ શાક વાળી લારી ની ઘંટડી,
bread ને butter સાથે ગરમ ચા,
અગાશી માં પડેલી બે ખુરશીઓ,
વચ્ચે table પર પાના ઉડાડતી diary
dairy નો સાથ ના છોડતી પેલી pen ,
વેહેચવા માટે ખુલ્લું આકાશ,
ને દિલ ના ખૂણે પડીકું વાળી મૂકી રાખેલા વિચારો,
પણ સંભાળવા માટે કોઈ જ નહિ,

આઘાત લાગ્યો દિલ ને,
આ શાંતિ છે કે એકલતા?
માનન માં પ્રશ્નો ફેલાવતા..
ફરી પાછી પોતાની મૂર્ખાઈ પર હસી,
આ બધું તો રોજ નું થયું,
શાંતિ કહું કે એકલતા,
મારે તો આની સાથે જ રેહેવાનું થયું.

(C ) D!sha Joshi

No comments:

Post a Comment