Wednesday, 4 April 2012

કૈક ખૂટે છે

બધું જ તો બરોબર છે..
પણ કૈક ખૂટે છે
આમ મન કેમ ઉદાસ છે?
ભાવતું ભોજન પણ આજે ગળે નથી ઉતરતું,
વિચારો થી ઘેરાએલ, શાંતિ માં પણ અશાંત હૂં,
ફટાફટ કોળિયા ગળી ભણવા બેઠી,
જીવ નથી ચોંટતો,
mobile  લીધો ગીતો સાંભળ્યા
થોડું સારું લાગ્યું,
પણ અંદરો અંદર આ ગુંગણામણ શેની?
જાણે ઝીંદગી આગળ વધવા ના માંગતી હોય,
જાણે ચેહેરા પર નું હાસ્ય કમને આવતું હોય,
જાણે દિલ પણ ધબકવા ની ના પડતું હોય,
કવિતા લખતા આ pen  પણ આગળ વધવા નથી માંગતી,
mobile  માં photos  ખોલી ને બેઠી,
તારો photo આયો અને દિલ અચંબા માં મુકાઇ ગયું,
મારા ખોરાક જેવા તું અને તારી વાતો,
આજે તારી સાથે વાત જ ક્યાં થઇ હતી?
બધું જ બરોબર હતું પણ તારા વગર હૂં જ ક્યાં હતી?
હસી પડી હૂં ખુદ પર અને કહ્યું મેં પોતાને,
'કૈક' નહીં 'કોઈક' ખૂટે છે.
(C )   D!sha joshi
 

4 comments:

  1. "એકલતા" અને "કંઈક ખૂટે છે" બધું બરાબર તો છે ને?

    ReplyDelete
    Replies
    1. ji haan.. :D badhu j barobar chhe..!! :D

      pan ekalta to maari vastavikta chhe.. :( :D

      pan ave tevai gayi chhu.. :D

      Delete
  2. વાહ... શબ્દોને ગુંથવામાં હવે કંઇ ખુટતું નથી લાગતું.

    ReplyDelete