કેટલા દિવસ પછી આજે સમય મળ્યો, તો આજે થયું લાવ કબાટ સાફ કરી લઉં,
કેટલા મહિનાઓની ધૂળ જમા થઇ હતી.નવા જુના બધા કપડા અને બધો સામાન કાઢ્યો,
આખો કબાટ ખાલી કર્યો છેલ્લે પાછળ થી એક પોટલું નીકળ્યું,જોતા જ્ બીજુ બધું
બાજુ પર મુક્યું ને બસ એ પોટલા ની ખાન ખોળમાં બીઝી થઇ ગયી..
મારો ગલ્લો નીકળ્યો, ખખડાવી ને જોયો હજી એ જ નાનપણ માં ભેગા કરેલું ચિલ્લર એમાં હતું. નાની હતી ત્યારે painting નો શોખ, બધા કાર્ડ્સ બનાવેલા મળ્યા, મારું બાળપણ જાણે મારી સામે આવી ને ઉભું હતું..!! પેલું પિંક frock મારું સૌથી favorite, બધા certificates મોસ્ટ ઓફ બધા જ singing competition ના જ હતા, એક પણ માં 3rd rank નોહોતો, 1st કાંતો 2nd જ..!
દિલ માં ધ્રાસકો પડ્યો આ તે વળી કેવો અહેસાસ? એક સાથે ખુશી અને ગમની ભાવના..!! ખુશી એ વાતની હતી કે આજ સુધી બધું જ સાંચવી ને મૂકી રાખેલું હતું ને દુખ એ વાત નું કે આની સાથે મારા સપના, સપના તો ના કેહેવાય અધૂરા સપના જોડાએલા હતા. બધું તાજું થઇ ગયું..!! એ મારી music માટે ની ધગશ અને પપ્પા ને ખુશ રાખવા માટે ની ભાવના બેવ માંથી પપ્પાની ખુશીની જીત અને એમના આદેશ અનુસાર મારું music - singing ને છોડી દેવું ...
આમ જુવો તો હસું આવે છે મને મારા પર, સમય જતા માણસ બધું શીખી જાય છે, બધું પાછળ મૂકી ને આગળ વધી જાય છે, સપના, નિર્ણયો, અને કદાચ લોકો ને પણ..!! એ યાદો ના પોટલા સાથે કે એના વગર રેહેતા ટેવાઈ જઈએ છીએ.. અને સમયે સમયે આમ યાદો નું પોટલું ખુલી જાય છે ને આપણને અહેસાસ થાય છે કે આપણે આ ઝીંદગી માં કેટલા આગળ વધી ગયા, સમજીએ છીએ કે લોકો ને મૂરખા બનાવ્યા પણ કોણ જાણે આપણે પોતાને જ મૂરખા બનાવતા ફરીએ છીએ , અને આમ જયારે એ યાદો આપણી સામે આવે છે ત્યારે હસી દઈએ છીએ..! કહ્યું ને બધું શીખી જઈએ છીએ, એક હાસ્યથી દુખ, દર્દને છુપાવતા પણ શીખી જઈએ છીએ..!!
બધું બંધ કર્યું, કબાટની સાવ અંદર આ પોટલું મુક્યું, ભૂલેચૂકે જયારે ફરી એ પોટલું હાથ લાગશે, ને ફરી આ જ કિસ્સો દોહોરાશે, એ જ યાદો, એક આઘાત, થોડી ખુશી ને એ જ હાસ્ય... ગમે તેમ તો રહી માણસ ની જાત ને? પોતે કરેલા વાયદાઓ, નિર્ણયો ને ભૂલવું તો એના ડાબા હાથ ની વાત છે, આમ જ પોતાની જાત થી ભાગશે, કોઈ વાર પોતાના નિર્ણયોને અધૂરા મુકાશે તો કોઈ વાર બીજાના, એને લાગે છે કે બધાને મૂરખા બનાવી શકાશે પણ ક્યાં સુધી? પોતાની જાતને એ લાંબો સમય મુરખો ના જ બનાવી શકે..!! આટલું બધું જાણું છું છતાં કઈ જ ના કરી શકવા પર હસી લીધું..બધું બરોબર સંકેલી ને પાછો કબાટ જેમ હતો એમ ગોઠવી દીધો.. બાહ્ય દેખાવ સરસ બનાવી દીધો અને બસ ભૂલવાનું નાટક ચાલુ કે અંદર કઈ જ છુપાવેલ નથી.
D!sha joshi.. :)

Awesome write up :)
ReplyDeletethank you..! :)
Delete