Sunday, 5 May 2013

તારી યાદો

હજી હમણાં જ તો
આ નાખ કાપ્યા હતા,
ફરી આવી ગયા,
પેલી ઘરના દરવાજા પર
લટકાતી વેલ ની જેમ,
ગમે તેટલો આકાર આપું,
પણ આકાર માં બેસવું
જાણે એનો સ્વભાવ નથી,
ઉગી નીકળશે આમ તેમ,
આડી અવળી,
ગમે ત્યારે, ગમે ત્યાં,
આ પવન ની લેહેરખી જો ને?
diary નું એ જ પાનું ખોલશે,
કેટલી વાર બંધ કરી,
પણ ફરી નજર પડે ત્યારે
એ જ પાનું ખૂલેલું હશે,
જાણે પીછો છોડવા નથી માંગતી,
તારી યાદો . <3 :)
- Disha Joshi

1 comment:

  1. Disha, could you repost it in English or Hindi please. I hardly understand Gujrati. Thanks :)

    ReplyDelete