Wednesday, 8 May 2013

Swimming Classes

Boat માં પાણી ભરાવા લાગ્યું,
ડૂબવાના આરે હૂં,
ને આ વરસાદ
થોડા છાંટા મો માં ગયા,
એ પણ ખારા લાગ્યા,
શું કરું ?
કઈ રીતે બચાવું પોતાને ?
એક પછી એક સપના તૂટવાનો અવાજ,
કોઈ આશા હવે નથી બચી,
દરિયો પણ અત્યારે જ ભૂખ્યો થયો?
એને ગાળવા માટે હું જ મળી?
આ રાત ની કાળી ચાદર,
ને તારાઓ ની dim light સાથે
મારી બચવાની કોશિશ .
કઈ પણ કરીને કિનારે પોહોચી જવ,
પણ તરતા ક્યાં આવડે છે મને?
Swimming Classes ની fees ભરી હતી,
પણ શીખવા જાવ એની પેહેલા આ શું?
અચાનક ઝાટકો વાગ્યો,
ઊંઘ માંથી ઉભી થયી,
T - Shirt પરસેવાથી
ભીની થયી ગયી હતી,
ને આંખો માંથી નીકળેલ પેલું આંસુ,
ગાલ પર થઇ ને હોઠ સુધી મેહેસુસ થતું હતું.
 
- D!sha Joshi.

No comments:

Post a Comment