Sunday 15 May 2011

મારી એક ઝંખના.

તું એટલે મારા જેવા કવિ ની
એક કલ્પના,
તું એટલે કુદરત ની
સુંદર મજા ની રચના,
ભગવાન ક્યારેક સંભાળે તો
ક્યારેક ના સંભાળે ભક્તો ની પ્રાર્થના
તું એટલે ભગવાને ના સાંભળેલી
મારી એ પ્રાર્થના..

તું એટલે પ્રેમ, ખુશી, સુખ, સમૃદ્ધિ ની ભાવના,
દિવસ રાત જોયા કરું છુ તારા જ તો છે એ સપના,
જે હકીકત થી અલગ છે
જેને પુરા કરવાની તડપ છે,
તું એટલે મારા માં તડામ જડનાર એ સપના.

જો તું બને મારી હકીકત,
તો પૂરી થઇ જાય મારા મન ની તમન્ના,
તું મારા માટે શું છે કઈ રીતે તને જાણવું?
મૃત્યુ સમયે માનસ ને
જીવવા ની કેવી હોય છે ઝંખના..

તું જ તો છે મારા હોઠો પર રમતી વાત,
તું જ તો છે મારો દિન ને મારી રાત,
તું જ તો છે મારા મૃત્યુ સમય ની
જીવવા માટેની એ ઝંખના..

© D!sha
( all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

2 comments:

  1. this one is also superb Disha.... Great work...:)... keep it up... U write so well...:)..

    ReplyDelete
  2. thank you so much yash for ur time on my work.. :) thanks a lot.. :)

    ReplyDelete