Monday, 30 May 2011

કેવો અનોખો સંબંધ છે આ પ્રેમનો.

કેવો અનોખો સંબંધ છે આ પ્રેમનો
દિલ હારીએ આપણે અને
જીત માં સાથ મળે છે એમનો.

ભગવાન આપણને મેહેરબાન લાગે છે, લાગે છે
આપણા પર જ છે હાથ એમના રહેમનો,
આંખો આંખો થી વાત થઇ જાય છે
ને ખુલાસો થઇ જાય છે દિલ ના વહેમનો.

એમના સાથ માં જીવન જીવાયું લાગે છે, લાગે છે
જાણે  અપણા માટે જ થયો હોય જન્મ એમનો,
એ બે ઘડી ની મુલાકાત જીવ ભરી જાય છે
ધડકન ને દોડતી કરી જાય છે અવાજ જેમનો.

કેવો  અનોખો સંબંધ છે આ પ્રેમનો,
જીવન માં નવું જીવન મૂકી જાય છે
ભલે પછી સાથ હોય  ક્ષણેકનો .

No comments:

Post a Comment