Monday, 30 May 2011

કેવો અનોખો સંબંધ છે આ પ્રેમનો.

કેવો અનોખો સંબંધ છે આ પ્રેમનો
દિલ હારીએ આપણે અને
જીત માં સાથ મળે છે એમનો.

ભગવાન આપણને મેહેરબાન લાગે છે, લાગે છે
આપણા પર જ છે હાથ એમના રહેમનો,
આંખો આંખો થી વાત થઇ જાય છે
ને ખુલાસો થઇ જાય છે દિલ ના વહેમનો.

એમના સાથ માં જીવન જીવાયું લાગે છે, લાગે છે
જાણે  અપણા માટે જ થયો હોય જન્મ એમનો,
એ બે ઘડી ની મુલાકાત જીવ ભરી જાય છે
ધડકન ને દોડતી કરી જાય છે અવાજ જેમનો.

કેવો  અનોખો સંબંધ છે આ પ્રેમનો,
જીવન માં નવું જીવન મૂકી જાય છે
ભલે પછી સાથ હોય  ક્ષણેકનો .

હું ક્યાં કહું છું.

હું ક્યાં કહું છું કે
આખું આકાશ લાવી ને મને આપ?
જો બનવા ના દે તારો છાયો
તો છીનવા તો દે તારો તાપ?

હું ક્યાં કહું છું કે
મારી સામે જ બેસ?
બસ સાદ આપજે મને
જો વાગે કોઈ ઠેસ.

હું ક્યાં કહું છું કે
બધા ને જાણ થાય એમ ઘરમાં રાખ?
બસ તું અનુભવી શકે એમ
તારા દિલ માં તો રાખ?

હું ક્યાં કહું છું કે
અખો દિવસ મને હસાવ?
બસ ખાલી મનાવજે મને
જયારે જયારે હું રીસાવું.

હું ક્યાં કહું છું કે
જીવન ભાર તારા હાથ આપ?
આ જીવન ના થોડા સમય માટે
તારો સાથ તો આપ?

હું ક્યાં કહું છું કે
મને તું પ્રેમ કર?
મારા પ્રેમ પર બસ
થોડો રહેમ તો કર?

Saturday, 28 May 2011

કેમ કરી તને સમજવું?

મારા પડછાયા નો તું છે અભાસ,
કેમ કરી તને સમજવું?
તું છે મારા માટે સૌથી ખાસ.

હા હું છું મોટો દરિયો પણ તું છે એની પ્યાસ,
કેમ કરી તને સમજવું ?
તું જ વસે છે મારા શ્વાસ શ્વાસ.

પંખી બનું હું તું બને મારું આકાશ,
કેમ કરી તને સમજવું?
બસ જીતવો  છે તારો વિશ્વાસ.

કવિતા લખું છું હું પણ તું છે એનો પ્રાસ,
કેમ કરી તને સમજવું?
તારાથી જોડેલ છે મારી બધી આસ.

અંધારું હોય ત્યાં બને છે મારો પ્રકાશ,
જીવન એક વાર માંગી ને તો જો
હું બની જઈશ તારા માટે લાશ.

Thursday, 26 May 2011

મારી ઝીંદગી?

- મારા પ્રત્યેક ધબકારે તને મેહેસુસ કરવું એ મારી ઝીંદગી,
- દિવસો બાદ તને જોતા દિલ માં જે હાંશ થાય એ મારી ઝીંદગી,
- તારી સાથે વિતાવેલ એ નદી કિનારા ની સાંજ એ મારી ઝીંદગી,
- તને જોતા જ મારામાં તાજગી આવી જાય એ મારી ઝીંદગી,
- તને હસાવા માટે કૈક અવનવું કરતા રેહેવું એ મારી ઝીંદગી,
- તારી આંખો માં જોતા બસ એ જોતા જ રેહાવી ટેવ એ મારી ઝીંદગી,
- હું- તું ને તારી સાથે વિતાવેલ દરેક નાના મોટા પળ એ મારી ઝીંદગી,
 - તારા પર આમ અવાર નવાર લખતા રેહેવું એ મારી ઝીંદગી,
        આજે એમ થાય કે તું ના હોત તો શું હોત આ ઝીંદગી?
          જીવી તો લેત પણ અધુરી રહી જાત આ ઝીંદગી..

મારી ને તારી આ દોસ્તી.

                      મારી ને તારી આ દોસ્તી.જીવન ની દરેક પળ યાદગાર બનાવે એવી છે
મારી ને તારી આ દોસ્તી..
જીવન ના કઠીન સમય પર સાથ નિભાવે એવી છે
મારી ને તારી આ દોસ્તી..

બધું જ છે મારી પાસે ખુશ રેહેવા માટે પરંતુ,
દોસ્ત એ ખુશી માં કમી છે જો ના હોય
મારી ને તારી આ દોસ્તી..

દિલ ની વાતો ને આંખો થી સમજતા
એકબીજા ને ખુબજ ખીજવતા,
હેરાન કરીને પણ સાથે રેહેવા જન્ખતી
એવી છે મારી ને તારી આ દોસ્તી..

મિત્રો તો છે ઘણા પણ
મિત્રતા માં પણ કૈક ખાસ એવી છે
મારી ને તારી આ દોસ્તી.. :)

એકબીજા ના ઘેર જઈને ધમાલ મચાવતા,
ગુસ્સા માં જગાડતા, ખુશી માં ગળે મળતા,
સાથે રેહેતા, હરતા, ફરતા, ભૂલથી પણ ના ભૂલાય
એવી છે મારી ને તારી આ દોસ્તી..

Activa પર ગીતો ગાતા, પાણી પૂરી વાળા ને પકાઈ નાખતા,
દરેક mall માં નૌટંકી કરતા, હસી હસી ને રસ્તા પર પડતા
આ દરેક મીઠી પળો નો ખજાનો છે
મારી ને તારી આ દોસ્તી..

ખરાબ સારા સમય માં સાથ આપતા,
એકબીજા ને હસાવા ને  મનાવા ગમે તે કરતા,
સંબંધો માં કૈક મજબુત એવી છે
મારી ને તારી આ દોસ્તી..

કઈ રીતે તારો અભાર માનું દોસ્ત?
તું દરેક વખતે બની છે મારા સુખ દુખ નો સહારો,
મારા માટે બેહેન ની કમી પુરી કરતી એવી ,
સાચા સંબંધ થી પણ ગેહેરી એવી છે
મારી ને તારી આ દોસ્તી..


બસ આટલું કેહેતા હવે ભગવાન નો અભાર માનું છું,
મને આવી દોસ્ત આપવા માટે,
અને દોસ્ત છેલ્લે એટલું જ કહીશ કે
મારા સારા કર્મો  ના કારણે જ મળી છે
મારી ને તારી આ દોસ્તી..

© Disha

(all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

Tuesday, 24 May 2011

તું..

મને ખુબ મસ્તી કરી સતાવે પણ તું,
ને પછી ખુબજ પ્રેમ થી મનાવે પણ તું.

તારા પ્રેમ ના દરિયા માં મને ડુબાડે પણ તું,
એજ પ્રેમ ના  દરિયા માં મને તારવે પણ તું.

કોઈ વાર બની જતો મારો ગુસ્સો પણ તું,
આવું કૈક લખવા પ્રેરતો જુસ્સો પણ તું.

તારી ગોળ ગોળ વાતો માં રમાડે પણ તું,
ને કોઈ અંધાર્યા પ્રહાર થી જગાડે પણ તું..

દર્દ થી આંખો માં આવી જતા આંસુ પણ તું,
ને પછી હાસ્ય વર્ષા થી વરસતું ચોમાસું પણ તું.

મને કોઈ વાર બળી નાખતી આગ પણ તું,
મારા દરેક સ્વરે નીકળતો પ્રેમ રાગ પણ તું.

કરી બેસે મારી સાથે મીઠી રમખાણ પણ તું,
આ બધાથી પર મારી ઓળખાણ પણ તું.

Monday, 23 May 2011

બીજું કઈ જ નહિ

તારી આંખો,
તારી મસ્તી,
તારો સાથ,
તારી ચાહત...
બસ તારી ચાહત બીજું કઈ જ નહિ.. :)

તારી સાથે આ નાની અમથી ઝીંદગી માં
વિતાવેલા પળ,
તારું મીઠું હાસ્ય, તારો સ્પર્શ,
બસ તારો વહાલો સ્પર્શ બીજું કઈ જ નહિ..

તારો ગુસ્સો,
તારું તોફાન,
કોઈ વાર બાળક,
કોઈ વાર શેતાન,
દરેક પળ માં જેને જન્ખું છું,
બસ તને જન્ખું છું બીજું કઈ જ નહિ.. :)

Sunday, 22 May 2011

lovable emotions..

લખું તો હું જ છું પણ
તું કેહ છે તું નથી,
કવિતાઓ માં સજાવું હું તને જ છું
પણ એ માનવા તું તૈયાર નથી.

આ કશ્મકશ માં ખોવએલ છું કે
કેમ કરી તને અહેસાસ કરવું? કે,
મારા શબ્દો મારી વાતો
મારા દિન મારી રાતો માં
જન્ખું હું તને જ છું
પણ તું કેહ છે તું નથી.

હા હું કહું છું હું નથી મારી પાસે
જ્યારથી છું તારી પાસે,
હું નથી મારી કવિતાઓ મારા ગીતો માં,
જ્યારથી છું તારા લાલિત્ય ની
અનેક રીતો માં,
હું નથી મારા લખાણ માં
જ્યારથી છું તારી ઓળખાણ માં.

જોઈ શકું છું હું કે મારી ઝીંદગી ક્યાંક
છુંપાએલી છે તારામાં,
બસ એક વાર હવે તારા શબ્દો એ સંભાળવા માંગું છું કે
હા- હા  એ ઝીંદગી ભરેલી આંખો,
પ્રેમ ની ઉગેલી પંખો માં
જે હતી એ હું હતી હા એ હું જ હતી..

© D!sha. :)

બની જઈશ.

બની જઈશ હું વફા થી ખીલેલું ફૂલ
બસ તારા વિશ્વાસ ની મારામાં
સુગંધ હોવી જોઈએ.

બની જઈશ હું પ્રેમ નો દરિયો,
બસ તું એ દરિયા પર તરતી
નાવ હોવી જોઈએ.

બની જઈશ હું ખુશીઓ નું સપનું,
બસ એ રજાઈ માં તારા  હાસ્ય ની
મહેક હોવી જોઈએ.

આકાશ માં ઉડવા લાગીશ હું બિન્દાસ
બસ તારા પ્રેમ થી સજાવેલી
મારી પંખો હોવી જોઈએ.

બની જઈશ હું જિન્દા લાશ,
બસ એ તારા પ્રેમ ની
કબર હોવી જોઈએ..

ચાલી પડીશ હું કોઈ પણ રસ્તે,
બસ એ રસ્તા ની તું
મંઝીલ હોવી જોઈએ.

© D!sha. :)

Saturday, 21 May 2011

Love knows

Love knows the happiness i feel with you,
I love you so badly and I have no clue..

Go ahead and and ask your soul,
You will come to know that each time
I feel your voice
I go from half to whole..
I feel you so far I feel you so near,
your smile is my heartbeat
I don't want it to disappear..
Love knows the Love I feel for you
I love you so madly and I have no clue..


The way you smile
The way you make my day bright,
The way you touch
The way you hug me tight,
I just want to tell you
these are all the things
I dream all day and night..
Love knows the pain I feel without you
yeah I love you so deeply and I have no clue.. <3

© D!sha

( all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

રમત રમત માં.

રમત રમત માં કેવી ગમ્મત થઇ ગઈ
વિશ્વાસ કર્યો મેં બધા પર ને વિશ્વાસઘાત થયો
ને વિશ્વાસ કરવા પર જ નફરત થઇ ગઈ.

એમને પોતાના ગણી ને
બધા કામ પડતા મૂકી ને
એમને મળવા જતા,
એમને તો આ કંઇજ ના દેખાયું ને
મારી લાગણીયો એમના માટે બસ એક નાટક થઇ ગઈ.

કોઈ ના હાથ માં જિંદગી સોંપીને
કેમ એમ લાગતું હશે કે
જિંદગી  હવે  સલામત થઇ ગઈ?

તું દુર જવા માંગે છે તો જા
બસ તું ખુશ રેહ એનાથી વધુ મારે શું જોઈએ?
મારા માટે તો બસ તારી યાદ જ મારી અમાનત થઇ ગઈ.

લખતા લખતા આટલું લખી દીધું
આ ઘટના પણ કેવી અચાનક થઇ ગઈ.. :)

© D!sha
(all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

some lines.. :)

તું એક મોટો દરિયો છે ને હું
એમાં સમાઈ જતું નાનું ઝરણું.

તું મારું મૃગજળ છે ને હું
એની પાછળ દોડ્યા કરતુ હરણું.

તું ખૂલું આકાશ છે ને હું એ
આકાશ માં ઉડવા માંગતું એક સપનુ..

© D!sha

Wednesday, 18 May 2011

કૈક એવી રીતે..

કૈક એવી રીતે તું મારામાં રંગાઈ જા,
બે શરીર એક આત્મા બની જઈએ
એમ તું મારામાં સમાઈ જા.

સાથ તારો છે મને સૌથી વહાલો,
સાંકળ ની કડીઓ ની જેમ
તું મારી સાથે બંધાઈ જા.

દિલ માં તું ધબકે છે ધડકન બની,
હવે એમજ  મારા ગીતો માં પણ
તું સુર બની  ગવાઈ જા.

દિન- રાત તારી જ વાત, તારાજ તો
સપના હું જોવું છું,
તું પણ મારા અહેસાસ માં
ક્યાંક ખોવાઈ જા.

તારી આંખો માં હું જોવું છું
મારી દુનિયા,
તું પણ મારી 'દ્રિષ્ટિ' દ્વારા
મારા દિલ માં અંકાઈ જા.

Monday, 16 May 2011

You are..!!

you are nothing but someone I can trust,
you are nothing but a company that's worth.


you are nothing but someone I can feel,
you are nothing but a wound i don't want to heal.

you are nothing but a smile on my face,
you are nothing but my happiness.


you are nothing but beats of my heart,
you are nothing but someone I don't want to be apart.

Happiness = Togetherness
Togetherness = you + me. <3

©D!sha

Sunday, 15 May 2011

આમ જ થતો હશે પ્રેમ. :)

એક અલગ મજાની દિશા મળે છે,
કેહેવાય છે  એ વ્યક્તિ ની  સાથે હોવાથી
ફૂલો ની વર્ષા મળે છે,
શું ખરેખર આવી અદભુત અનુભૂતિ કરતો હશે પ્રેમ?

એક અલગ મજાની લાગણી છે
કેહેવાય છે બીજાની ખુશી ની માંગણી છે,
શું ખરેખર બીજાની ખુશી માં
પોતાની ખુશી શોધતો હશે પ્રેમ?

એક અલગ મજા ની જિંદગી છે,
બીજા ને લાંબુ જીવાડવા ની બંદગી છે,
શું ખરેખર બીજાના જીવન માં હોવાથી
પોતાના જીવન ને સંપૂર્ણ ગણતો હશે પ્રેમ?

એક અલગ મજા ની ઋતુ છે
કેહેવાય છે બીજી બધી લાગણીઓથી
આ કૈક જુદું છે,
શું ખરેખર કોઈ વ્યક્તિ ને
પોતાનાથી વધુ ચાહતો હશે પ્રેમ?

એક અલગ મજાનો અહેસાસ છે,
કેહેવાય છે બધા સંબંધો થી
આ કૈક ખાસ છે,
શું ખરેખર આ એક અહેસાસ માટે
પોતાની દુનિયા કુરબાન કરતો હશે પ્રેમ?

જી હાં કદાચ આમ જ થતો હશે પ્રેમ. :)

© D!sha
( all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

મારી એક ઝંખના.

તું એટલે મારા જેવા કવિ ની
એક કલ્પના,
તું એટલે કુદરત ની
સુંદર મજા ની રચના,
ભગવાન ક્યારેક સંભાળે તો
ક્યારેક ના સંભાળે ભક્તો ની પ્રાર્થના
તું એટલે ભગવાને ના સાંભળેલી
મારી એ પ્રાર્થના..

તું એટલે પ્રેમ, ખુશી, સુખ, સમૃદ્ધિ ની ભાવના,
દિવસ રાત જોયા કરું છુ તારા જ તો છે એ સપના,
જે હકીકત થી અલગ છે
જેને પુરા કરવાની તડપ છે,
તું એટલે મારા માં તડામ જડનાર એ સપના.

જો તું બને મારી હકીકત,
તો પૂરી થઇ જાય મારા મન ની તમન્ના,
તું મારા માટે શું છે કઈ રીતે તને જાણવું?
મૃત્યુ સમયે માનસ ને
જીવવા ની કેવી હોય છે ઝંખના..

તું જ તો છે મારા હોઠો પર રમતી વાત,
તું જ તો છે મારો દિન ને મારી રાત,
તું જ તો છે મારા મૃત્યુ સમય ની
જીવવા માટેની એ ઝંખના..

© D!sha
( all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

Saturday, 14 May 2011

એ સાંજ મને યાદ છે. :)


સોનેરી કિરણો ની સામે
ચમકતી આંખો ની એ અદા
મને યાદ છે,
હું ને તું અને તળાવ આગળ ઉડતા
પંખીઓ નો કલરવ મને યાદ છે,
એ સાંજ જે તારા હાથ માં હાથ નાખીને
વિતાવીતી એ સાંજ મને યાદ છે.

તારું ડરતા ડરતા મારી આંખો માં જોવું,
મને તું ગમે છે એ વાત નું કેહેવું,
તારા પેહેલા સ્પર્શ નો અહેસાસ મને યાદ છે
એ છાયા આપતા વૃક્ષ ની બાજુ માં
અડોઅડ બેઠીને વિતાવેલી એ સાંજ
મને યાદ છે.

એ ઢળતા સુરજ ની સામેતારું ખીલખીલાટ હસવું,
તારી પ્રેમ ભરી નજરો ને મારી નજર સામે તાકવું,
આંખો પર આવતા મારા વાળ ને
વહાલ થી પછાડ કરતા તારા હાથ,
તારા સ્નેહ ના સાગર માં વિતાવેલી એ સાંજ
મને યાદ છે..

© D!sha - Dr!st!