Sunday, 15 May 2011

આમ જ થતો હશે પ્રેમ. :)

એક અલગ મજાની દિશા મળે છે,
કેહેવાય છે  એ વ્યક્તિ ની  સાથે હોવાથી
ફૂલો ની વર્ષા મળે છે,
શું ખરેખર આવી અદભુત અનુભૂતિ કરતો હશે પ્રેમ?

એક અલગ મજાની લાગણી છે
કેહેવાય છે બીજાની ખુશી ની માંગણી છે,
શું ખરેખર બીજાની ખુશી માં
પોતાની ખુશી શોધતો હશે પ્રેમ?

એક અલગ મજા ની જિંદગી છે,
બીજા ને લાંબુ જીવાડવા ની બંદગી છે,
શું ખરેખર બીજાના જીવન માં હોવાથી
પોતાના જીવન ને સંપૂર્ણ ગણતો હશે પ્રેમ?

એક અલગ મજા ની ઋતુ છે
કેહેવાય છે બીજી બધી લાગણીઓથી
આ કૈક જુદું છે,
શું ખરેખર કોઈ વ્યક્તિ ને
પોતાનાથી વધુ ચાહતો હશે પ્રેમ?

એક અલગ મજાનો અહેસાસ છે,
કેહેવાય છે બધા સંબંધો થી
આ કૈક ખાસ છે,
શું ખરેખર આ એક અહેસાસ માટે
પોતાની દુનિયા કુરબાન કરતો હશે પ્રેમ?

જી હાં કદાચ આમ જ થતો હશે પ્રેમ. :)

© D!sha
( all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

4 comments:

  1. તમને આટલા બધા વિચારો ક્યારે આવે છે ?
    બહુ મસ્ત લખ્યું છે ?

    પણ પ્રેમ નો અહેસાસ પણ બહુ મસ્ત વસ્તુ છે.
    અને હું તો મારા પ્રેમ માટે બધું છોડવા તૈયાર છું.

    ReplyDelete
  2. tame cho kon? i mean may i knw you?
    avi jay vicharo.. ane vicharo ne shabdo mali jay tyare thai jay avi rachna.. :) thanks a lot.. :)

    ReplyDelete
  3. હું એક ગુજરાતી કવિઓ ના ગુણગાનારો માનસ છું
    મારું નામ જ બધા એ ગુજરાતી કવિ પડ્યું છે

    ReplyDelete
  4. :) okay.. gr8.. :) glad you likes my work.. thanks a lot.. :)

    ReplyDelete