Thursday, 26 May 2011

મારી ને તારી આ દોસ્તી.

                      મારી ને તારી આ દોસ્તી.જીવન ની દરેક પળ યાદગાર બનાવે એવી છે
મારી ને તારી આ દોસ્તી..
જીવન ના કઠીન સમય પર સાથ નિભાવે એવી છે
મારી ને તારી આ દોસ્તી..

બધું જ છે મારી પાસે ખુશ રેહેવા માટે પરંતુ,
દોસ્ત એ ખુશી માં કમી છે જો ના હોય
મારી ને તારી આ દોસ્તી..

દિલ ની વાતો ને આંખો થી સમજતા
એકબીજા ને ખુબજ ખીજવતા,
હેરાન કરીને પણ સાથે રેહેવા જન્ખતી
એવી છે મારી ને તારી આ દોસ્તી..

મિત્રો તો છે ઘણા પણ
મિત્રતા માં પણ કૈક ખાસ એવી છે
મારી ને તારી આ દોસ્તી.. :)

એકબીજા ના ઘેર જઈને ધમાલ મચાવતા,
ગુસ્સા માં જગાડતા, ખુશી માં ગળે મળતા,
સાથે રેહેતા, હરતા, ફરતા, ભૂલથી પણ ના ભૂલાય
એવી છે મારી ને તારી આ દોસ્તી..

Activa પર ગીતો ગાતા, પાણી પૂરી વાળા ને પકાઈ નાખતા,
દરેક mall માં નૌટંકી કરતા, હસી હસી ને રસ્તા પર પડતા
આ દરેક મીઠી પળો નો ખજાનો છે
મારી ને તારી આ દોસ્તી..

ખરાબ સારા સમય માં સાથ આપતા,
એકબીજા ને હસાવા ને  મનાવા ગમે તે કરતા,
સંબંધો માં કૈક મજબુત એવી છે
મારી ને તારી આ દોસ્તી..

કઈ રીતે તારો અભાર માનું દોસ્ત?
તું દરેક વખતે બની છે મારા સુખ દુખ નો સહારો,
મારા માટે બેહેન ની કમી પુરી કરતી એવી ,
સાચા સંબંધ થી પણ ગેહેરી એવી છે
મારી ને તારી આ દોસ્તી..


બસ આટલું કેહેતા હવે ભગવાન નો અભાર માનું છું,
મને આવી દોસ્ત આપવા માટે,
અને દોસ્ત છેલ્લે એટલું જ કહીશ કે
મારા સારા કર્મો  ના કારણે જ મળી છે
મારી ને તારી આ દોસ્તી..

© Disha

(all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

No comments:

Post a Comment