Saturday, 21 May 2011

રમત રમત માં.

રમત રમત માં કેવી ગમ્મત થઇ ગઈ
વિશ્વાસ કર્યો મેં બધા પર ને વિશ્વાસઘાત થયો
ને વિશ્વાસ કરવા પર જ નફરત થઇ ગઈ.

એમને પોતાના ગણી ને
બધા કામ પડતા મૂકી ને
એમને મળવા જતા,
એમને તો આ કંઇજ ના દેખાયું ને
મારી લાગણીયો એમના માટે બસ એક નાટક થઇ ગઈ.

કોઈ ના હાથ માં જિંદગી સોંપીને
કેમ એમ લાગતું હશે કે
જિંદગી  હવે  સલામત થઇ ગઈ?

તું દુર જવા માંગે છે તો જા
બસ તું ખુશ રેહ એનાથી વધુ મારે શું જોઈએ?
મારા માટે તો બસ તારી યાદ જ મારી અમાનત થઇ ગઈ.

લખતા લખતા આટલું લખી દીધું
આ ઘટના પણ કેવી અચાનક થઇ ગઈ.. :)

© D!sha
(all poems are sole property of Disha Joshi and any use in any form should liable to prosecuted.)

2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete