Sunday, 22 May 2011

બની જઈશ.

બની જઈશ હું વફા થી ખીલેલું ફૂલ
બસ તારા વિશ્વાસ ની મારામાં
સુગંધ હોવી જોઈએ.

બની જઈશ હું પ્રેમ નો દરિયો,
બસ તું એ દરિયા પર તરતી
નાવ હોવી જોઈએ.

બની જઈશ હું ખુશીઓ નું સપનું,
બસ એ રજાઈ માં તારા  હાસ્ય ની
મહેક હોવી જોઈએ.

આકાશ માં ઉડવા લાગીશ હું બિન્દાસ
બસ તારા પ્રેમ થી સજાવેલી
મારી પંખો હોવી જોઈએ.

બની જઈશ હું જિન્દા લાશ,
બસ એ તારા પ્રેમ ની
કબર હોવી જોઈએ..

ચાલી પડીશ હું કોઈ પણ રસ્તે,
બસ એ રસ્તા ની તું
મંઝીલ હોવી જોઈએ.

© D!sha. :)

2 comments:

  1. તારા સૌથી સારા લખાણ માનું એક......બહુજ સરસ !! મને તારા લખાણ માંથી હમેશા પ્રેરણા મળે છે ....

    ReplyDelete