Wednesday, 18 May 2011

કૈક એવી રીતે..

કૈક એવી રીતે તું મારામાં રંગાઈ જા,
બે શરીર એક આત્મા બની જઈએ
એમ તું મારામાં સમાઈ જા.

સાથ તારો છે મને સૌથી વહાલો,
સાંકળ ની કડીઓ ની જેમ
તું મારી સાથે બંધાઈ જા.

દિલ માં તું ધબકે છે ધડકન બની,
હવે એમજ  મારા ગીતો માં પણ
તું સુર બની  ગવાઈ જા.

દિન- રાત તારી જ વાત, તારાજ તો
સપના હું જોવું છું,
તું પણ મારા અહેસાસ માં
ક્યાંક ખોવાઈ જા.

તારી આંખો માં હું જોવું છું
મારી દુનિયા,
તું પણ મારી 'દ્રિષ્ટિ' દ્વારા
મારા દિલ માં અંકાઈ જા.

7 comments:

  1. આપણ બહુ મસ્ત લખી છે .

    ReplyDelete
  2. મારું એક ફેસ બૂક નું અકાઉન્ટ છે તો સુ હું તમારી કવિતા બીજા ગુજરાતી કવિઓ ને વાંચવા માટે પોસ્ટ કરી સકું છું?
    અને હા તમારા નામ થી જ પોસ્ટ કરીશ

    ReplyDelete
  3. h vandho nai..kavita karta sidhi link j post karajo..

    ReplyDelete
  4. સારું પણ તમે હવે મારા ફેસબૂક માં પણ છો અને ત્યાં તમારી કવિતાઓ મેં વાંચી એ જ શેર કરી દઈશ

    ReplyDelete