Sunday, 22 May 2011

lovable emotions..

લખું તો હું જ છું પણ
તું કેહ છે તું નથી,
કવિતાઓ માં સજાવું હું તને જ છું
પણ એ માનવા તું તૈયાર નથી.

આ કશ્મકશ માં ખોવએલ છું કે
કેમ કરી તને અહેસાસ કરવું? કે,
મારા શબ્દો મારી વાતો
મારા દિન મારી રાતો માં
જન્ખું હું તને જ છું
પણ તું કેહ છે તું નથી.

હા હું કહું છું હું નથી મારી પાસે
જ્યારથી છું તારી પાસે,
હું નથી મારી કવિતાઓ મારા ગીતો માં,
જ્યારથી છું તારા લાલિત્ય ની
અનેક રીતો માં,
હું નથી મારા લખાણ માં
જ્યારથી છું તારી ઓળખાણ માં.

જોઈ શકું છું હું કે મારી ઝીંદગી ક્યાંક
છુંપાએલી છે તારામાં,
બસ એક વાર હવે તારા શબ્દો એ સંભાળવા માંગું છું કે
હા- હા  એ ઝીંદગી ભરેલી આંખો,
પ્રેમ ની ઉગેલી પંખો માં
જે હતી એ હું હતી હા એ હું જ હતી..

© D!sha. :)

No comments:

Post a Comment